ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, 26મી સુધી ભારે વરસાદની આગાહી
આગામી 19 થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જેનાં કારણે આગામી 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવુ છે કે, અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે. આ સાથે શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે.
બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સીસ્ટમ સક્રીય થવાને કારણે આ સિસ્ટમ 19થી 20 સપ્ટેમ્બરે મુંબઇ અને દક્ષિણ ગુજરાતની આસપાસ પહોંચશે. જેથી 18-19 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટા બાદ 19થી 26 સપ્ટેમ્બર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે.
બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે. જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબૂત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે…