વિંછીયા: આંગણવાડી વર્કરને ‘તારી સાથે શરીર સંબંધ બાંધીને જ જંપીશ’ કહી ખૂનની ધમકી આપી

વિંછીયાની સીમમાં આંગણવાડી વર્કર મહિલા ઉપર શખ્સનો નિર્લજ્જ હુમલો, મહિલાનું બાવડુ પકડી રૂમ બાજુ ઢસડી જઇ ઢીકાપાટુનો માર મારી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ

જસદણના પોલારપર રોડ પાસે રહેતા આંગણવાડી વર્કર પર વિંછીયાનાં ઢેઢુકી ગામના શખ્સે એકલતાનો ગેરલાભ લઇને નિર્લજ્જ હુમલો કરવાની સાથે અડપલા કર્યાની ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે આંગણવાડી વર્કરે પોલીસની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઢેઢુકી ગામે તેના બહેનના ઘરે ગત તા. 25નાં રોજ ગઇ હતી. જ્યાં બન્ને બહેનો બજારમાં ખરીદી કર્યા બાદ બપોરનાં સમયે તેમની વાડીએ ઢોરને પાણી પીવડાવવા ગઇ હતી. ત્યારે અચાનક દેવશી જદાભાઈ સાંકળીયાએ આવી અસભ્ય ભાષામાં વાતો કરવા લાગતા, મે ચાલ્યા જવાનું કહ્યું હતું જેથી એકદમ ઉશ્કેરાયેલા શખ્સે મારું બાવડુ પકડી મારી છાતીમાં હાથ માર્યા બાદ, મને બાવડુ પકડી રુમ તરફ ઢસડીને લઇ જતા મે રાડારાડ કરી હતી.

જેથી શખ્સે મહિલાનાં મોં પર હાથ દાબી દઇ નીચે પછાડી દઇ, ઉપર ચડી જવાનો પ્રયાસ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. મહિલાની બુમાબુમ સાંભળી બાજુની વાડીમાંથી અન્ય મહિલા દોડી આવતા મહિલાને છોડી કોળી શખ્સ નાશી છુટ્યો હતો. દેવશીએ આંગણવાડી વર્કરને કહ્યું હતું કે, હું તારી સાથે શરીર સંબંધ બાંધીને જંપીશ, ગમે ત્યારે રસ્તામાં આંતરી તને જાનથી મારી નાખીશ. કહી ધમકી આપી હતી. જે બનાવ અંગે વિંછીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હમીર ખીમસુરીયાએ ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન લઇ કોળી શખ્સ વિરુધ્ધ આઈપીસી કલમ 354, 323, 504, 506 (2) વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો