જામનગર : લાખાબાવળના લાકડાના ગોડાઉનમાં આગ: રૂા.40 લાખનું નુકશાન
જામનગરથી 10 કિલોમીટર દૂર લાખાબાવળ ગામે આવેલ લાકડાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોત જોતા રૂા.40 લાખનો લાકડાનો જથ્થો આગમાં ખાખ થઇ ગયો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર ફાયર બ્રિગ્રેડની ટીમે કાબુ મેળવ્યો હતો જો કે આગમાં કોઇ જાનહાની થઇ નથી.
જામનગરથી 10 કિલોમીટર દૂર લાખાબાવળ ગામે હેમ ઇન્ટર નેશનલ લાકડાના ગોડાઉનમાં ગઇ મોડી રાત્રે 12:50 મીનીટે આગ ફાટી નીકળી હતી અને આગની જવાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. આ આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવા આવતા જ ફાયર બ્રિગેડની ટીમ લાખાબાવળ પહોંચી હતી અને લાકડાના ગોડાઉનમાં લાગેલ આગ ઉપર ત્રણ ફાયરની ગાડીઓનું ફાયરીંગ કરેલ હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગથી રૂા.40 લાખનું નુકશાન થયાનું ગોડાઉનના માલિકે જાહેર કર્યુ હતું.
લાકડાના ગોડાઉનના માલિક કમલભાઇ શાહએ આગ લાગવા અંગે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યુ હતું કે હેમ ઇન્રટનેશનલ લાકડાના ગોડાઉનમાં ગીફટ સહિતના આટીફિશીયલ લાકડાનો માલ સામાન ગોડાઉનમાં હતો ત્યારે આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કીટ હોવાનું બહાર આવ્યું છેે પોલીસે આગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.