Placeholder canvas

નવરાત્રી પૂરી થયાના બીજા દિવસથી ધોરણ 3થી 8ની પરીક્ષા શરૂ થશે…

આસો મહિનાની નવરાત્રી પૂર્ણ થયાના બીજા દિવસથી ધોરણ 3થી 8ની પરીક્ષાનો પ્રારંભ થશે. 26 ઓક્ટોબરના રોજ પરીક્ષા શરૂ થશે અને 4 નવેમ્બરના રોજ પરીક્ષા પૂર્ણ થશે. દિવાળી વેકેશન 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. જોકે નવરાત્રી પૂર્ણ થયા બાદ પરીક્ષા શરૂ થતા વિદ્યાર્થીઓમાં પણ હાશકારો થયો છે.

ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11.00થી 1.00નો રહેશે જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરના 2.00થી સાંજના 5.00 સુધીનો રહેશે. દ્વિતીય સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે જે 127 દિવસનું રહેશે. પ્રથમ સત્રમાં સપ્ટેમ્બર માસમાં કાર્ય દિવસ 23, ઓક્ટોબરમાં 23 અને નવેમ્બરમાં 7 દિવસ શૈક્ષણિક કાર્યના રહેશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. અને જે 6 મેથી શરૂ થશે અને 9 જૂન સુધી રહેશે. નવું શૈક્ષણિક સત્ર 10 જૂનથી થશે.

ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે 40 ગુણની અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 80 ગુણની પરિક્ષા લેવામાં આવશે. બીજા સત્રમાં 127 દિવસની શૈક્ષણિક કાર્ય રહેશે. 2023-24ના દ્વિતિય ક્ષેત્રના કાર્ય દિવસમાં ડિસેમ્બર 2023માં 25 દિવસ, જાન્યુઆરી 2024માં 26 દિવસ, ફેબ્રુઆરીમાં 25 દિવસ અને માર્ચ-એપ્રિલમાં 23 દિવસ, એપ્રિલમાં 23 અને મે માં 4 દિવસ કાર્ય દિવસ રહેશે. દિવાળી વેકેશનથી લઇને ઉનાળુ વેકેશન, જાહેર રજા અને સ્થાનિક રજા મળી કુલ 80 દિવસ વિદ્યાર્થીઓને રજા રહેશે.

આ સમાચારને શેર કરો