Placeholder canvas

હથિયાર સાથે સીનસપાટા : બે ઈસમો વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

વાંકાનેર: હથિયાર સાથે સીન સપાટા મારવાનો યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે સોશ્યલ મીડિયાના યુગમાં બધા માભો પાડી દેવાના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો આવતો હોય છે આવું જ વાંકાનેરમાં થયું છે જ્યાં હથિયાર સાથે સોશ્યલ મીડિયામાં ફોટો પોસ્ટ કરનાર અને લાયસન્સ ધારક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

લોકસભા ચુંટણી નજીક છે ત્યારે એસઓજી ટીમ સોશ્યલ મીડિયામાં ચાપતી નજર રાખી રહી છે દરમિયાન વાંકાનેરમાં રહેતા સામાભાઈ કોળી નામના ઇસમેં પોતાના શોખ ખાતર પરવાના વાળા બારબોરના હથિયાર સાથે ઇન્સ્તાગ્રામ યુઝર આઈડી નંબર roku_thakor_9 એકાઉન્ટમાં ફોટો પોસ્ટ કર્યો હતો અને હથિયારના પરવાના ધારક ઉદયસિંહ ઝાલાને સામાભાઈ પાસે હથિયાર પરવાનો નથી તે જાણતા હોવા છતાં લાયસન્સ વાળું હથિયાર આપી લાયસન્સ ધારકની શરતનો ભંગ કર્યો હતો

જેથી એસઓજી ટીમે આરોપી સામાભાઈ ઉર્ફે રોકું ધીરૂભાઈ કાઠીયા (ઉ.વ.૨૨) રહે વાંકાનેર ભરવાડ પરા અને ઉદયસિંહ વિરમજી ઝાલા (ઉ.વ.૫૦) રહે ઘીયાવડ તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો