Placeholder canvas

વાંકાનેર: એસ.બી.આઈ.માં બે દિવસથી ગ્રાહકોને થાય છે ધર્મના ધક્કા…

વાંકાનેર: સ્ટેટ વનક ઓફ ઇન્ડિયામાં બે દિવસથી ગ્રાહકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે ગત શનિવારે વાંકાનેર તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની sbi ની શાખામાં કનેક્ટિવિટીના અભાવના કારણે આખો દિવસ કામ થયું ન હતું અને ગ્રાહકોને ધર્મના ધકા થયા હતા. વધુમાં મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા ઉપરાંત ટંકારા, મોરબી અને હળવદ તાલુકામાં પણ sbi માં કનેક્ટિવિટીનો આવો જ પ્રોબ્લેમ ઉભો થયો હતો.

જ્યારે આજે અઠવાડિયાના પહેલા દિવસમાં આમેય બેંકમાં બધું ટ્રાફિક રહે છે ત્યારે આજે પણ વાંકાનેર શહેરની મુખ્ય બ્રાન્ચમાં કનેક્ટિવિટીનો અભાવ ના કારણે કોઈ કામકાજ થઈ શક્યું નહોતું. નાના માણસો સવારે 10:00 વાગ્યાથી જ હમણાં આવે હમણાં આવે એમ કરીને રાહ જોઈને બેઠા હતા પરંતુ આ લખાય છે ત્યાં સુધી બપોરે 1:00 વાગ્યા સુધી વાંકાનેરી મુખ્ય શાખામાં કનેક્ટિવિટી મળતી ન હતી ત્યારે આજે ગ્રામ્ય શાખાઓમાં કનેક્ટિવિટી મળતા ત્યાં વહેવાર ચાલુ થયા હતા.જ્યારે શનિવાર અને સોમવાર આમ બે દિવસ વાકાનેર શહેરની મુખ્ય શાખામાં કોઈ વહેવાર થઈ શક્યા નથી. તેમના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે સવારમાં એક મહિલા ગ્રાહક આવ્યા હતા તેમને પૈસાની ખાસ જરૂર હતી અને તેમની પાસે એટીએમ નહોતું તેઓને બપોરે અયોધ્યા જવાબ નીકળવું હતું પરંતુ પોતાના પૈસા હોવા છતાં તેઓને અન્ય વ્યવસ્થા કરવી પડી હતી. આમ sbi માં કનેક્ટીવિટી ન મળતા લોકો ભારે હેરાન પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે જો કનેક્ટિવિટી ન મળે તો પહેલાની માફક ચોપડામાં લખીને વહીવટ કરવો જોઈએ તેવું ગ્રાહકોનું કહેવું છે.

આ સમાચારને શેર કરો