સુરતના ચોકબજાર વિસ્તારમાં SBI બેન્ક બહારથી 20 લાખની લૂંટ
સુરત : ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્કની બહારથી 20 લાખ રૂપિયાની લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે,
અલગ-અલગ બેંકોમાં રૂપિયા લાવવા લઇ જવાનું કામ કરતી કંપનીની ગાડી માંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઇ લૂંટારુઓ ભાગી ગયા હતા.અજાણ્યા ઈસમો રીક્ષામાં આવીને લૂંટને અંજામ આપીને નાસી ગયા હતા ,ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. સાથે જ ક્રાઇમ બ્રાન્ચ ,એફએસએલ અને ડોગ સ્કોવ્ડની ટિમ પણ તપાસમાં જોડાઈ છે ,જે જગ્યા પર ઘટના બની તેનાથી 200 મિટર જ દૂર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે.
20 લાખની લૂંટની ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા અને તપાસ કરતા સમગ્ર ઘટના બૅકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયાનું જણાયું હતું ,જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા લૂંટારુઓ જે રીક્ષામાં આવ્યા હતા તેનો નંબર પોલીસને મળી આવતા પોલીસે સીસીટીવી અને રીક્ષાના નંબર આધારે તપાસ શરૂ કરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…