વાંકાનેર: આણંદપર ગામે સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ સરણીયા સમાજનું સંમેલન મળ્યું

By Jayesh Bhatasaniya -Tankara વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના આણંદપર ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM) સંસ્થા દ્વારા વિચરતી જાતિના સરણીયા સમુદાયનું સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દરેક ગામમાંથી સરણીયા સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ સંમેલન બોલાવવાનો મૂળ હેતુ એ હતો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ સમુદાય અમાનવીય જીવન જીવી રહ્યા છે, તેમજ દરેક લાભોથી વંચિત છે. તેમની પાસે ભારતીય નાગરિક હોવાના પૂરતા કોઇ આધાર પુરાવા પણ નથી. જેથી સરકારની ચાલતી જુદી જુદી યોજનાઓ માંથી એક પણ યોજનાનો લાભ મળતો નથી. આ લોકોને રહેવા માટે મકાન પણ નથી તેઓ જુદી જુદી જગ્યાએ છૂટા-છવાયા છવાયા ઝુંપડા બાંધીને વસવાટ કરે છે. આવી ઘણી બધી બાબતની રજૂઆત સાથે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાનિ મદદ મેળવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ ગામોમાં વસતા સરણીયા સમાજના લોકોને સરકારી આધાર પુરાવાના ડોક્યુમેન્ટ મેળવવા માટે આ સંસ્થા નિમિત બની છે. તેમજ હજુ બાકી રહી ગયેલા લોકોને સરકારી ખુબ જરુરી ડોક્યુમેન્ટ મળી રહે તેમજ સરણીયા સમાજમાં એકતા અને સંગઠન થાય, સમાજમાં જાગૃતિ આવે તે માટેના માર્ગદર્શન માટે આ સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે VSSM સંસ્થાના મુખ્ય સચિવ મિતલબેન પટેલ તેમજ આણંદપર ગામના સરપંચ અને ઉપસરપંચ હાજર રહ્યા હતા. આ સંમેલનને સફળ બનાવવા માટે VSSMના કાર્યકર કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો