બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 પાસની લાયકાત યથાવત

ભારે વિરોધ થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળની બિન-સચિવાલય ક્લાર્ક અને કચેરી મદદનિશના પદ માટેની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા તારીખ 17/11/2019ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે, તેવી જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત થતા જ નોકરીના ઉમેદવારોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

આ સમાચારને શેર કરો