Placeholder canvas

સસ્તા અનાજની દુકાનદારોની માંગણીઓનો સ્વીકાર

સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે હવે રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દુકાન માંગણીઓનો સ્વીકાર કર્યો છે. સરકારે કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારની જાહેરાત પછી એસોસિએશને હડતાળ પરત ખેચવાની જાહેરાત કરી હતી. CM અને અન્ન પુરવઠા વિભાગે નિર્ણય કર્યો કે, ઓછામાં ઓછા 20,000 લધુતમ મળે તેમાં જે કાર્ડ હોલ્ડરને ઘટતી રકમ તે સરકારે તેને આપવા માટેનો નિર્ણય કર્યો છે.

સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ચાલું મહિને પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સટડાઉન સાથે અસહકાર ચળવડ ઉપર ગયેલા બાદ રાજ્ય સંગઠન સાથે સરકારે સાનુકૂળ વાતાવરણમાં પુરવઠા સચિવ હાજરીમાં મીટીંગ થઈ અને ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા દ્વારા માંગણીઓ બાબતે 20,000 મિનિમમ કમિશનની માંગણી નો સ્વીકાર કરી લેતા અસહકાર ચળવડનો અંત લાવી દુકાનો ચાલુ માસમાં સપ્ટેમ્બર 2023 થી શરૂ કરી દેવાની સંગઠને જાહેરાત કરી છે. વ્યાજબી ભાવના દુકાનદારોને હડતાલનો સાનુકૂળ અંત આવ્યો છે માટે ચાલુ માસમાં રાબેતા મુજબ રાશનીગ જથ્થો મળી જશે.

આ સમાચારને શેર કરો