વાંકાનેર: સરતાનપર રોડ પર 70 લી. કેફી પીણું પકડાયુ
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની મોબાઈલ એપ ડાઈનલોડ કરો…
ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વાંકાનેર : સરતાનપર રોડ પર 70 લી. કેફી પ્રવાહીનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત. તા. 14ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે બાવળની કાંટમાં છુપાવેલ ગેરકાયદે બે બાચકાઓમાં પકડાયા હતા, જેમાં 1 બાચકામાં આશરે 250 મી.લી.ની પ્લાસ્ટીકની કોથળીઓ નંગ 160 તથા બીજા બાચકામાં 5 લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 6 મળી કુલ કેફી પીણું આશરે લીટર 70 (કિં.રૂ. 1400)નો મુદામાલ મળી આવતો હતો. આ મુદામાલ અરવિંદ ઉર્ફે મનીષ જેસીંગભાઇ ઉડેચા (ઉ.વ. 24)એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.