Placeholder canvas

મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં BJPના ઉમેદવાર મેરજાએ ફોર્મ ભર્યું

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ આજે વિજય મહુર્તમાં ફોર્મ ભર્યું હતું.

બીજેપીના ઉમેદવાર બ્રિજેશ મેરજા ભરતી વખતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, આઈ.કે. જાડેજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-૧૯ની કેન્દ્રીય તથા ચૂંટણીપંચની ગાઈડલાઇન્સ અનુસાર ઉમેદવાર સાથે માત્ર બે વ્યક્તિઓના પ્રવેશના નિયમને આધીન કુલ 3 લોકોએ જ નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જો કે અન્ય નેતાઓ ફોર્મ રજૂ કરતા સમયે દૂર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બન્ને મુખ્ય પક્ષોએ આજે જ પોતાના ઉમેદવારોના ફોર્મ ભરી દીધા છે એ સાથે જ ચૂંટણી પ્રચારની શરીઆત પણ થઈ ગઇ છે.

આ સમાચારને શેર કરો