વાંકાનેર: રાજાવડલાના પશુપાલકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી…

વાંકાનેર : રાજાવડલાના પશુપાલકને વાંકાનેરમાં બે ભાઈઓએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા અને માલઢોરનો વ્યવસાય કરતા અમીભાઇ અલીભાઇ વકાલીયા (ઉ.વ ૫૦) એ આરોપીઓ નારૂભાઇ તથા તેનો ભાઇ રમેશભાઇ બાંભવા ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૪ના રોજ વાંકાનેરના પુલ દરવાજા પાસે એક આરોપી પાસેથી ફરીયાદીએ અગાઉ પાડો વેચાતો લીધો હતો. પણ આ પાડામા ખામી હોય ઉપરથી બીજાને ફરી પાડો વેચતા પાછો આવતા ફરીયાદીએ આરોપીને ઠપકો આપ્યો હતો. આથી, ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો