રાજકીયવાંકાનેર

વાંકાનેર: રાજાવડલા જિલ્લા પંચાયત સીટ પરથી અપક્ષ ઉમેદવારી કરતા ખીજડીયા સરપંચ

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી છ જિલ્લા પંચાયત સીટમાંની એક રાજાવડલા જીલ્લા પંચાયત સીટમાં આવતા ખીજડીયા ગામના સરપંચે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના સરપંચ શેરસીયા હફીજાબેન હુસેનભાઈએ રાજાવડલા જિલ્લા પંચાયતની સીટની ભાજપમાં ટિકીટ માંગી હતી પરંતુ ભાજપે આ ટિકિટ તેમને ના આપતા તેમને આજે જિલ્લા પંચાયતની રાજાવડલા સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

શેરસીયા હફીજાબેન હુસેનભાઇ ખીજડીયા ગામના સરપંચે છે અને તેમના પતિ હુસેનભાઇ શેરસીયા એ ખીજડીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે. આમ પોતાના ગામમાં તેમજ આજુ બાજુના ગામમાં સારુ એવું વર્ચસ્વ ધરાવતા હુસેનભાઇના પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ સિટ પરના રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો