Placeholder canvas

વાંકાનેર:સનાતનભાઈને રૂ. 50હજાર લીમડા ચોકમાંથી મળ્યા તેમને માલિકને પરત કર્યા

સનાતનભાઈ કલ્યાણીએ આ પૈસા વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા આસિફભાઇ બરેજીયાને આપ્યા જે સાંજે સાડા પાંચ વાગ્યે વિરલ મઢવીને પરત આપ્યા

આ સમાચાર કપ્તાન ન્યુઝમાં પ્રસિદ્ધ થતાં જેમના પૈસા ખોવાયા હતા તેમને માહિતી મળી અને તેઓ પોલીસ સ્ટેશને પહોંચીને તમામ વિગત આપતા પોલીસે આ પૈસા તેમને પરત આપ્યા…

વાંકાનેર: કહેવાય છે કે કળિયુગ ચાલી રહ્યો છે પણ આ સમયમાં પણ ક્યારેક ઈમાનદારીના કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો આજે વાંકાનેર શહેરમાં સામે આવ્યો છે. ત્યારે આપણને એવું ફિલ થાય કે હજુ ઈમાનદારી જીવિત છે. આજે પણ લોકો માને છે કે મારું નથી એ મારે નથી જોઈતું, પણ કદાચ આવું માનવાવાળાની સંખ્યા ઓછી હશે એ પણ વાસ્તવિકતા છે. પણ છે એ ખૂબ મોટી વાત છે.

આજે વાંકાનેર શહેરમાં એક મધ્યમવર્ગી લગભગ સિનિયર સિટીઝન જેવી વ્યક્તિ સનાતનભાઈ કલ્યાણી જેવો વાંકાનેરની સરકારી હોસ્પિટલ પાછળ રહે છે તેઓને વાંકાનેર શહેરના લીમડા ચોકમાંથી તેઓ સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે રોડ ઉપર 50000 નું બંડળ જોયું અને તેઓએ લઈને લીમડા ચોકમાં ઉભેલા અને વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતાં આસિફભાઇ બરેજીયાને આપી દીધા હતા.

જેમના પૈસા પળી ગયા હતા તે ખૂબ નાનો વ્યક્તિ છે અને તેઓ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા તેમજ બપોરે જમ્યા પણ નહોતા. એમને આ બનાવની પરેશભાઈ મઢવીને જાણ કરી અને તેવો તપાસ કરતા હતા તેવામાં જ આ સમાચાર કપ્તાન ન્યૂઝમાં પ્રસિદ્ધ થતા વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઇ મઢવી અને રાહુલ જોબનપુત્રાએ વાંચતા તેઓ પોલીસ મથકે દોડી ગયા હતા.

આ પૈસાની માહિતી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવી હતી જેથી આ લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને તેઓએ જે માહિતી આપી તે બરાબર હોવાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ રાઠોડ અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઇ મઢવીની હાજરીમાં સનાતનભાઈ અને આશિફભાઈ એ પૈસા જેમના ખોવાયા હતા તે વિરલભાઇ પરત આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિરલભાઈ મઢવી એ વાંકાનેરના મહારાણા કેસરીબાપાની ઓફિસમાં નોકરી કરે છે, આજે તેઓ કેસરીબાપાના દોઢ લાખ રૂપિયા ગરાસીયા બોડીગેથી એક પ્લાસ્ટિકના ઝબલામાં લઈને એચડીએફસી બેંકમાં જમા કરાવવા જતા હતા એ દરમિયાન જબલુ તૂટી જતા લીમડા ચોકમાં 50000 રૂપિયા પડી ગયા હતા. જેથી આ રૂપિયા બેંકમાં જમા કરાવવા જનાર વિરલભાઇ મઢવી ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓને આખરે પૈસા મળી જતા તે અને તેમનો પરિવાર ખૂબ ખુશ થઈ ગયો હતો. તેમજ વાંકાનેર શહેર પોલીસ અને સનાતનભાઈ કલ્યાણીનો તેઓએ આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો