દ્રારક: સાબરમતી એક્સપ્રેસ અને કારનું ખુલ્લા ફાટકમાં અકસ્માત; 1નું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

દ્વારકાના મીઠોઈ નજીક ખુલ્લા ફાટકમાંથી કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો.

દ્વારકા: દ્વારકાના મીઠોઈ નજીક ખુલ્લા ફાટકમાંથી કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. કાર રેલવેના પાટા પરથી પસાર કરવા જતા સાબરમતી એક્સપ્રેસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યાકે કારમાં સવાર ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને તમામને 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દ્રારકા નજીક આવેલા મીઠોઈ ગામ પાસે એક ખુલ્લી ફાટક છે. આ ખુલ્લા ફાટકમાંથી એક કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી સાબરમતી એક્સપ્રેસે ટ્રેને કારને ટક્કર મારી હતી. ટ્રેનના ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર ટ્રેનની સાથે-સાથે 100 ફૂટથી પણ વધારે ઢસડાઈ હતી. જે સમયે કારનો અકસ્માત થયો ત્યારે કારમાં એક બાળક સહિત ત્રણ લોકો સવાર હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢીને તમામને સારવાર માટે 108ની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો