ટંકારા: ઓવરબ્રિજના રોડ બાબતે રાજકોટીયાની રજૂઆત બાદ ડાયવર્ઝન પર થયો ડામર, ધુળની ડમરીમાંથી રાહત..
By Jayesh Bhatasna -Tankara
લતીપર ચોકડીએ બની રહેલ ઓવરબ્રિજના કામની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કોઈપણ જાતના ડાઇવર્ઝન કે સોલ્ડર વે બ્રિજ બનાવ્યો ન હોય આ રસ્તો કચ્છ રાજકોટ જામનગર ને જોડતો મુખ્ય નેશનલ હાઈવે હોય દિવસના બે હજારથી વધુ વાહનો અહીંથી પસાર થતાં હોય રીતસર કલાકે કલાકે ટ્રાફિકજામની સાથે ધુળની ડમરી થી રહીશો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા.
આ બાબતની રજૂઆત લડાયક નેતાની છાપ ધરાવતા જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયાને કરતા રાજકોટિયા એ રોડ વિભાગના રાજકોટના અધિકારી સોલંકી સાથે સીધો સંપર્ક સાધી આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચના આપ્યા બાદ કોન્ટેક્ટરો કામે વળગ્યા હતા અને હાલ તો ડાઇવર્ઝન બનાવી ડામર પાથરયો હોય રાહદારી અને રહીશોમાં રાહતના સમાચાર મળ્યા છે.