skip to content

રૂપાણી સરકારે જાહેર કર્યો સ્કૂલોમાં ફી ભરવાનો નવો નિયમ…

નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે.ત્યારે હાલમાં ફક્ત વિદ્યાર્થીઓ નહીં પરંતુ શિક્ષકોને જ સ્કૂલે બોલાવાઈ રહ્યા છે. શાળા નિયમિત ચાલુ થાય ત્યાં સુધી ઓનલાઈન કોર્સ ભણાવવા માટે પણ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે એફઆરસી એક પણ સ્કૂલને ફી વધારવા માટેની મંજૂરી આપશે નહીં. આ ઉપરાંત ફી પણ દર મહિને જ ઉઘરાવવાની રહેશે. આ ઉપરાંત આટલા મહિનાની ફી અત્યારે નહીં પરંતુ સપ્ટેમ્બર મહિના સુધી ભરશો તો પણ ચાલશે. એવી વાલીઓ માટે છૂટ આપી છે. સામાન્ય રીતે મોટા ભાગની સ્કૂલો ત્રિમાસિક, છ માસિક અને બાર મહિનાની એવી રીતે ફી લેતા હોય છે. મોટા ભાગની સ્કૂલોમાં 6 મહિનાની એક સામટી ફી લે છે. પરંતુ સરકાર આ વર્ષે કોઈપણ સ્કૂલ ફી માટે વાલીઓ પર દબાણ નહીં કરી શકે તેવો આદેશ કર્યો છે. વાલીઓને દર મહિને પણ ફી ભરવા માટે છૂટછાટ અપાઈ છે.

15 ઓગસ્ટ પછીથી જ શાળા કોલેજો ચાલુ થશે

કોરોના મહામારી વચ્ચે દેશમાં સૌથી પહેલા સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવી હતી. કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે દેશમાં લોકડાઉન કરાયું હતું. જે પછીથી દેશમાં ધીમે ધીમે અનલોક થઈરહ્યું છે. પરંતુ સવા બે મહિના સુધી કામ ધંધા, નોકરી બંધ રહેવાને કારણે દરેક વાલીઓને ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી હોય એવામાં બાળકોના અભ્યાસ માટે સ્કૂલો ફી વસૂલીમાં દબાણ નહીં કરી શકે. કેન્દ્ર તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વાલીમંડળો, બાળરોગ નિષ્ણાતો, મનો વિજ્ઞાનીઓ તમામ સાથે વાતચીત કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે. હાલની સ્થિતિ જોતા શાળા કોલેજો 15 ઓગસ્ટ પછી ખોલવાની કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક મુલાકાતમાં કહ્યું હતું.

લોકોને ઘર ચલાવવાની મુશ્કેલી વચ્ચે ફી ક્યાંથી ભરશે?

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલો ચાલુ કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. 8 તારીખ થી સ્કૂલો ખુલવાની હતી પરંતુ હાલમાં કોરોનો મહામારીમાં સ્કૂલો બંધ છે. હાલમાં લોકડાઉન વચ્ચે પણ સ્કૂલોમાંથી બાળકોની ફી ભરી જવા વાલીઓ પર દબાણ આવી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને લઈને સરકાર શાળાઓ ચાલુ કરશે પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઈન અભ્યાસનું પણ પ્લાનિંગ કરાઈ રહ્યું છે.

કોઈ સ્કૂલો ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં

સ્કૂલો દ્વારા જો વાલીઓને ફી માટે દબાણ કરાતું હોય તો સરકારને ફરિયાદ કરો. લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. એટલે તો સરકાર અનાજ પૂરા પાડે છે. કામધંધા રેગ્યુલર થયા નથી ત્યાં સ્કૂલોની ફી કેવી રીતે ભરે. કોઈ સ્કૂલો ફી ભરવા વાલીઓ પર દબાણ કરે તો સરકારમાં ફરિયાદ કરો. જો કોઈ બાળકની જૂના વર્ષની ફી બાકી હશે તો ઓક્ટોબર મહિના સુધીમાં ભરવાની છૂટ આપવી પડશે. ચોક્કસ પગલાં ભરશે. લોકડાઉનમાં બધાના કામ ધંધા સજ્જડ બંધ રહેવાને કારણે આવક ન થઈ હોય તો ઘર ચલાવવાના ફાંફા છે ત્યાં બાળકોની ફી ક્યાંથી ભરી શકે. આથી કોઈ સ્કૂલો ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરી શકશે નહીં.

કોરોના સંક્રમણ ઘટે પછીજ સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લેવાશે

કોરોનાનું સંક્રમણ બાળકોમાં ઝડપથી લાગી જાય છે માટે બાળકોની ચિંતા પહેલી કરવામાં આવશે. સાથે અભ્યાસ ન બગડે તેને પણ ધ્યાન રાખવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે બાળકોની જીંદગી સાથે તેનો અભ્યાસ ન બગડે તે રીતે સ્કૂલો કેવી રીતે ચાલુ કરવી તેની સ્કૂલ સંચાલકો સાથે મળીને વાતચીત કર્યા પછી જ કંઈક નિર્ણય લેવાશે. વાતાવરણ સ્વચ્છ થાય અર્થાત કોરોના સંક્રમણ ઘટે પછીજ સ્કૂલો ચાલુ કરવા નિર્ણય લેવાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો