રાજકોટ: ઘંટેશ્વરમાં નશાખોર પુત્રને ઠપકો આપતા જનેતાને પરલોક પહોંચાડી દીધી.
રાજકોટ શહરેની ભાગોળે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વરમાં 55 વર્ષીય માતાની કપાતર પુત્રે લાકડાના ધોકાના ઘા ફટકારી હત્યા કર્યાનો બનાવ સામે આવતા ભારે ચકચાર જાગી છે. પોલીસે પ્રૌઢાના અન્ય પુત્રની ફરિયાદ પરથી આરોપી પ્રકાશ ઉર્ફે ઋત્વિક સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.
પ્રૌઢાના પરિવારજનો પાસેથી એવી વિગત જાણવા મળી હતી કે, સાતેક માસ પૂર્વે પણ પુત્ર પ્રકાશે માતાને બેફામ મારમાર્યો હતો.પણ પુત્ર મુશ્કેલીમા ન મુકાઈ માટે પ્રોઢાએ ફરિયાદ નોંધાવી ન હતી.પણ કપાતર પુત્રે માતાની હત્યા કરતા પૂર્વે એક વખત પણ આ બાબતનો વિચાર ન કર્યો તેવો પરિવારજનો અફસોસ વ્યકત કરી રહ્યા હતા.