Placeholder canvas

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, ગીર સોમનાથમાં તારાજી સર્જી

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જે આગામી બે ત્રણ દિવસ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

જેને લઇને આજે વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે રાજ્યના 179 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ દ્વારકામાં નોંધાયો છે. રાજ્યમાં આજે 71 તાલુકામાં 1 ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે યાત્રાધામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે હિરણ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા તેનું પાણી આસપાસના ગામડામાં ઘૂસી ગયું હતું અને તારાજી સર્જી હતી.

આ સમાચારને શેર કરો