Placeholder canvas

રાતીદેવળી ગામે 15માં નાણાંપંચના કામોનું ખાત મુહૂર્ત કરી વિકાસના કામો ડીડીઓ એ શરૂ કરાવ્યા.

વાંકાનેર: ગઇ કાલે રાતીદેવડી ગામે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજા દ્વારા 15માં નાણાંપંચના વિવિધ કામોનું ખાત મુહૂર્ત કરી વિકાસના કામો શરૂ કરવા માટે રાતીદેવડી ગ્રામ પંચાયતના સરપંચને સમજાવામાં આવ્યા.
છેલ્લા ઘણા સમયથી બાકી રહેલા કામોનું ડીડીઓ જાડેજા દ્વારા ગામે આવી કામ શરૂ કરવા માટે પહેલ કરવામાં આવી.

જીલ્લા વિકાસ અધિકારી જાડેજાનો સન્માન કાર્યક્રમ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સરપંચ તથા ગામના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ડીડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીડીઓએ ગામમાં રૂબરૂ જઈ ગામની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેને સત્વરે નિકાલ કરવા ગ્રામ પંચાયતને સૂચના આપી હતી.

આ સમાચારને શેર કરો