Placeholder canvas

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સરકારમાં સફળ રજૂઆત: 50 કરોડના રોડ-રસ્તાના કામ મંજુર…

વાંકાનેર: 67 વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા વાંકાનેર તાલુકાના ગામો અને કુવાડવાના ગામોમાં રોડ અને રસ્તાના કામોને લઈને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરકારમાં રજૂઆત કરીને તેમનું વારંવાર ફોલોઅપ લઈને 67 વાંકાનેર વિધાનસભામાં 27 ગામોના રોડ-રસ્તાના આશરે 50 કરોડ રૂપિયાના કામ મંજૂર કરાવેલ છે.

ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત ખરાબ હોય તે ધારાસભ્ય જીતુભાઈ સોમણેના ધ્યાને આવતા અને તેમને ટેકેદારો કાર્યકરો આગેવાનોની રજૂઆતોને ધ્યાનમાં લઈને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કુલ 27 ગામોના આશરે 50 કરોડ (49 કરોડ 10 લાખ) રૂપિયાના રોડ રસ્તા ના કામ મંજૂર કરાવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના 15 ગામો માં આશરે 19 કરોડ 80 લાખ અને કુવાડવા વિસ્તાર એટલે કે રાજકોટ તાલુકાના 12 ગામોમાં આશરે 29 કરોડ 30 લાખના કામો મંજૂર કરાવેલ છે.

વાંકાનેર તાલુકાના ગામોમાં મેસરીયા વિનયગઢ રોડ,લૂણસર-ચીત્રખડા એપ્રોચ રોડ, એસ.એચ.થી વીડી ભોજપરા રોડ, લીંબાંડા-ખંભાડા રોડ, સિંધાવાદર- અશરફનગર રોડ, વાંકાનેર-ધમલપર લૂણસરીયા રોડ, એસ. એચ. થી નવા કણકોટ (કણકોટ-૨), દીધલીયા-શેખરડી રોડ, કોઠારીયા-જાડેશ્વર રોડ, એસ. એચ. થી સમથેરવા એપ્રોચ રોડ, માટેલ-જમસર- વરડૂસર રોડ, એન. એચ થી વઘાસીયા એપ્રોચ રોડ, મહીકા કાનપર રોડ, કેરાળા લૂણસરીયા રોડ, જાલસીકા થી પીપરડી રોડનો સમાવેશ થાય છે.

પોતાના ગામના રોડ રસ્તા ના કામ મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો