Placeholder canvas

ચૂંટણી પુરી થતા જ સીંગતેલમાં 20, કપાસિયા તેલમાં 45 અને સનફ્લાવર તેલમાં 180નો ભાવ વધારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરી થતા પ્રજા પર મોંઘવારીનો માર લાદવામાં આવ્યો છે. મોંઘવારીએ સામાન્ય વર્ગ અને ગરીબ લોકોના ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. ચૂંટણી સમયે મોંઘવારીમાં ઘટાડો લાવશું તેવા બણગા ફુંકતા રાજકીય પક્ષો ચૂંટણી પુરી થાય એટલે બધું ભૂલી જાય અને લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવે છે.રાજકોટમાં સીંગતેલમાં 20, કપાસિયા તેલમાં 45 અને સનફ્લાવર તેલમાં 180 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 2000ને પાર કરી 2060થી 2100 સુધીનો થયો છે. પામ તેલમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. કોર્ન ઓઇલમાં 20 રૂપિયાનો ભાવ વધ્યો છે. જ્યારે સરસીયા તેલમાં 20 રૂપિયા ભાવ વધ્યો છે. સતત વધી રહેલા ભાવ વધારાને કારણે મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. મોંઘવારીથી ત્રસ્ત લોકોના ઘરનું બજેટ ખોરવાય ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી તેલના ભાવમાં વધારો નોંધાય રહ્યો છે.

2020માં અને 2021માં તેલના ભાવ

  • તેલ ——– 2020——– 2021
  • સીંગતેલ—– 2100——– 2540
  • કપાસિયા—- 1350 ——- 2115
  • પામોલિન — 1180——– 1960
  • સનફ્લાવર– 1400 ——- 2490
  • સરસીયું—– 1500 ——- 2000
આ સમાચારને શેર કરો