Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકની ભરતી 11 માસના બદલે માત્ર 45 દિવસના કરારે કરી !!

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અધ્યાપકો 45 દિવસમાં શુ ભણાવશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. 11 માસના કરારને બદલે માત્ર 45 દિવસના જ કરારની ભરતી કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો. 11 માસના કરાર માટે થઈને 70 અધ્યાપકોના ઈન્ટરવ્યુ લેવાયા હતાં. પરંતુ આ ઈન્ટરવ્યુ લીધા બાદ 11 માસની જગ્યાએ 45 દિવસ માટે ભરતી કર્યા હોવાનું કહેવાયું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ જ 45 દિવસની ભરતી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે, માત્ર 45 દિવસના કરારથી કેવી રીતે પ્રોફેસર ભણાવી શકશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે શિક્ષણની ઘોર ખોદાઈ રહી હોય એવું લાગી રહ્યું છે.  45 દિવસની ભરતી અંગે અનુસૂચિત જાતિના આગેવાનોએ કુલપતિને રજૂઆત પણ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 25 ભવનમાં 70 પ્રોફેસર કરવાની ભરતી બહાર પડી હતી.

આ સમાચારને શેર કરો