RDC બેન્કની ચૂંટણી જાહેર: 20 એપ્રિલે મતદાન: 30 માર્ચથી ફોર્મ ભરી શકાશે.
રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી બેંક (RDC બેંક)ની ચૂંટણી જાહેર થઈ છે. 17 બેઠકો માટે 20 મી એપ્રિલે મતદાન યોજાશે. કામચલાઉ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. 30 મી માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે.
રાજકોટ જિલ્લાના અત્યંત પ્રતિષ્ઠિત સહકારી જગતમાં ચૂંટણીની સીઝન શરૂ થઈ છે અને પ્રથમ રાજકોટ જિલ્લા બેન્કની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિનાના અંતમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થઈ રહી છે તે પૂર્વે આ ચુંટણી જાહેર કરવામાં આવી છે.
ચુંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત આજે કામ ચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં 24 મી સુધીમાં વાંધા રજુ કરી શકાશે. 27મીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. 30 માર્ચથી 4 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. 7મી એપ્રીલે ફોર્મની ચકાસણી થશે. 8 અને 9 એપ્રિલના રોજ ફોર્મ પાછી ખેંચી શકાશે. 20મી એપ્રિલે ચુંટણી યોજાશે. અને 21 મીએ પરિણામ જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા બેંકમાં ખેતી વિષયકની 13, શરાફીમાં 2, માર્કેટીંગ મંડળીની 1 અને ઈતર 1 એમ કુલ મળીને 17 બેઠકો છે. રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડીયા જિલ્લા બેન્કના વર્તમાન ચેરમેન છે અને તેઓનો સહકારી જગત પર દબદબો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…