વિરપર પાસે થયેલી લૂંટના એક આરોપીને હોસ્પિટલમાંથી રજા થતા પોલીસ કરી ધરપકડ

By Jayesh Bhatasna -Tankara

વિરપર પાસે છરીની અણીએ બાઈક ચાલકને આંતરી લૂંટ કરનાર નદીમ ઉર્ફે બુધો હથીયાર ને રોકડ સાથે પોલીસના સકંજામાં એક આરોપી હોસ્પિટલ થી રજા બાદ ધરપકડ કરશે. બિજી લુટ નો ભૈદ પણ ખુલશે રીમાન્ડ ની તજવીજ.

ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે હાઈવે પર ધોળા દિવસે પસાર થતા બાઇક ચાલકને આંતરીને ડબલ સવારી મા આવેલા મોરબી ના સિપાઈ વાસ નગર દરવાજા ની રાંગ પાસે રહેતા નદીમ ઉર્ફે બુધો સતારભાઈ વડગામા અને હુશેન ઈશા યુવકોઍ છરી ની અણીઍ સાડાસાત હજારની લુંટ ચલાવી હતી અને બાઈકમા ભાગવા જતા કમનસીબે બાઇક પલટી ખાય જતા હાઈવે પર ખાબકતા રાહદારીઓઍ દબોચી પોલીસને જાણ કરતા પોલીસે બંને લુંટારાઓને દબોચી લઈ ઇજાગ઼સ્ત હાલતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જયા બુધા ને રજા આપતા ટંકારા પોલીસ એ આજે ધડદબોચી લુટેલી રોકડ રકમ અને છરી કબ્જે કરી છે .સાથે આ લુટારૂ અગાઉ કેટલા ગુન્હા ને અંજામ આપ્યો છે તે માટે રીમાન્ડ મેળવવા મહિલા ફોજદાર એલ બી બગડા રાઈટર સુરેશભાઈ પટેલ અને હરપાલસિહ એ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા રાજકોટ મોરબી રોડ પર થોડા દિવસ પહેલાં પણ આવી રીતે લુટ નો પ્રયાસ કર્યો હતો પરંતુ જનતા પોલીસ ને જાણ કરી નહોતી આ ગુનામાં પણ ભોગબનાર પોલીસ ને જાણ કરવા મા પાછીપાની કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પ્રજા એ પોલીસ ને સાથ આપવો જોઈએ જે ખાસ જરૂરી છે

આ સમાચારને શેર કરો