હળવદ: રોટરી અને લાયન્સ કલબ દ્વારા 5 સરકારી શાળામાં વોટર કુલર અને ફિલ્ટર અર્પણ
રોટરી અને લાયન્સ કલબ દ્વારા વિવિધ ગામની 5 સરકારી પ્રાથમિક શાળામાં 2 લાખથી વધુ રૂપિયાના ખર્ચે વોટર કુલર અને ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યા.
By Mayur Raval -Halvad
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સંચાલિત અને લાયન્સ કલબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈના સૌજન્યથી શાળા નં.4 મોરબી દરવાજે તેમજ મંગળપુર, ગોલાસણ, નવા કડીયાણા, રાયધરા,ની શાળાઓમાં ઠંડા અને શુદ્ધ પાણીની પરબોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉનાળાની સીઝનમાં હળવદ તાલુકાનો ગરમીનો પારો 45 ડિગ્રીથી વધુ રહેતો હોય છે ત્યારે આ પછાત વિસ્તારના ગામડાઓની સ્કૂલમાં પરબ તરસ્યા વિદ્યાર્થીઓની તરસ છીપાવવામાં ખુબ જ ઉપયોગી અને આશીર્વાદ રૂપ સાબિત થશે. શાળા નં. 4 માં 723 વિદ્યાર્થીઓ રાયધરા માં 341 ગોલાસણ માં 328 નવા કડીયાણા માં 190 અને મંગલપુર માં 155 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી આ 5 શાળાના કુલ 1750 જેવા વિદ્યાર્થીઓ ઠંડુ અને શુદ્ધ પાણી પીય શકશે.
આ પ્રોજેક્ટમાં ઠંડા પાણી માટે કુલર અને ફિલ્ટરનું ડોનેશન આશા જસાણી, અમી દિપક જોબાલિયા, ચેતના કર્નલ પરીખ, સ્વ. રસિકલાલ ઉત્તમચંદ અજમેરા, સ્વ.ત્રિસુલાબેન રસિકલાલ અજમેરા તરફથી આપવામાં આપવામાં આવ્યું હતું. દરેક શાળા ના આચાર્ય અને સ્ટાફ દ્વારા સ્વાગત, વ્યવસ્થા અને કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કુલર રાખવા માટે લાઈટ, પાણી, રૂમની યોગ્ય અને પૂરતી ગોઠવણ કરી આપવામાં આવી હતી.
આ પ્રોજેકટ માં લાયન્સ કલબના પ્રેસિડેન્ટ, લાયન શીલા હરિયા સેક્રેટરી, જ્યોતિ મહેતા ટ્રેઝરર, શીતલ દેસાઈ, પૂર્ણિમા મહેતા, ભારતી સંઘરાજકા, દિના ઉધાણી, નિર્મલા ઠક્કર, ચંદન ગાલા ખાસ મુંબઈ થી ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ કલબ સોલાથી જગદીશભાઈ ઓઝા અને નિલાબેન ઓઝા પણ દરેક જગ્યાએ હાજરી આપી હતી.
જમણે અત્યાર સુધીમાં આવી 121 પાણીની પરબો અને પાણી માટે બોરવેલ અને ટાંકા બંધાવ્યા છે અને જેમને “પાણી વાલી બાઈ” નું બિરુદ અને ઉપમા મળી છે એવા પ્રોજેક્ટ ચેરમેન મયુરિકા જોબાલિયાએ છેક હળવદ ના છેવાડા ના ગામ સુધી લોકો ને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તેવા હેતુથી તેમજ તેમની અથાગ મહેનત, પ્રયત્નથી જ આ કાર્ય હળવદ ના આંગણે કરવું શક્ય અને સફળ થયું છે.
રોટરી હળવદ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ, સેક્રેટરી મહિપાલસિંહ જાડેજા, નરભેરામભાઈ અઘારા, કાંતિભાઈ પટેલ, રાજેશભાઈ ઝાલા, રોટરેક્ટ કલબના યશરાજસિંહ રાણા તેમજ ઇનરવિલ કલબ પ્રેસિડેન્ટ મીનાબેન સોલંકી, ભાવનાબેન ઠક્કર, રૂપલબેન પંજવાણી, રીટાબેન ઝાલા, ભક્તિબેન ઠક્કર, જયશ્રીબેન ભોરણીયા, સરોજબેન કંજરીયા, જલ્પાબેન અઘારા, રીટાબેન એરવાડિયા, હર્ષિદાબા રાણાએ આ પ્રોજેક્ટ દરમિયાન આખો દિવસ હાજરી આપી હતી.
દરેક સ્કૂલમાં કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણાએ આ કાર્યક્રમને અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.