Placeholder canvas

રાજકોટ: સિવિલના કોરોના વોર્ડમાં રાત્રે મહિલા દર્દી ઉપર બળાત્કાર

‘મને અહીથી લઈ જાઓ’ મહિલાએ પરિવારજનોને બોલાવ્યા

કોરોનાથી વ્યાકૂળ દર્દીઓ જ્યાં પોતાની બિમારી દૂર કરવા આવે છે તે રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં હેવાનિયતભર્યા કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે. રાજકોટના કોરોના વોર્ડમાં મહિલા દર્દી ઉપર રાત્રીના સમયે સિવિલના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજારતા આ ૫૫ વર્ષિય મહિલાએ સ્તબ્ધતા સાથે પરિવારજનોને જાણ કરતા આખરે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

દર્દીઓને દાખલ કરવાના કૌભાંડથી અત્યારે વિવાદમાં રહેલી સિવિલમાં આજે બહાર આવેલી ધૃણાસ્પદ ઘટનામાં લક્ષ્મીનગર વિસ્તારના મહિલા દર્દીએ આજે તેના પરિવારજનોને ફોન કરીને તેમની સાથે અજૂગતુ બન્યું હોવાની આપવિતી વર્ણવતા ‘મને અહીંથી લઈ જાવ, મને ઈન્જેક્શન આપી મારી નાખશે’ તેવું જણાવતા તેના પરિવારજનો સિવિલ ખાતે દોડી આવ્યા હતા. મહિલા દર્દી રાત્રીના સમયે વોર્ડમાં હતા ત્યારે ત્યાં આવેલા અજાણ્યા શખસે તેના ઉપર બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવતા પોલીસે નિવેદન લઈ આ કિસ્સામાં તેમની સાથેના વોર્ડના દર્દીઓ અને સ્ટાફની પૂછપરછ કરી હતી.

પોલીસને આ બનાવમાં કોન્ટ્રાક્ટ ઉપરના કર્મચારી એટેન્ડેન્ટ હિતેષ ઝાલા ઉપર શંકા જતા તેની આગવીઢબે સરભરા કરતા અંતે બહાર આવેલી વિગતોના આધાર પોલીસે તેની વિરૂધ્ધ ગૂનો નોંધ્યો છે. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ઓક્સિજનની જરૂર હતી, આ ગંભીર પરિસ્થિતિમાં સિવિલના સ્ટાફે તેની સંવેદનાપૂર્ણ સારવાર કરવાના બદલે અહીં તેના ઉપર બળાત્કાર થતા લોકોમાં ફિટકારની લાગણી છવાઈ છે.

રાજકોટ સિવિલ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ

રાજકોટ સિવિલ અધિક્ષકે આ અંગે જણાવ્યું છે કે તંત્ર દ્વારા આ બાબતે ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ઉચ્ચસ્તરીયા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. નક્કર હકિકતો તપાસ દરમિયાન બહાર આવશે તો આ અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો