રાજકોટ: લીમડા ચોકમાં વોર્ડને આધેડને ફડાકો ઝીંક્યો, કોન્સ્ટેબલે કાંઠલો પકડ્યો,વિડિયો વાયરલ

રાજકોટ:શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે, તે પોલીસ જ અશાંતિ સર્જી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના લીમડાચોકમાં મંગળવારે બપોરે ખાનગી બસચલાવવાનું કામ કરતા ડ્રાઈવરે પાર્ક કરેલા પોતાના બાઇકમાં ચાવી લગાવી હતી તે સાથે જ ત્યાં ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટ્રાફિક વોર્ડન શક્તિસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી.

ડ્રાઈવર પ્રૌઢના બાઇકની બાજુમાં જ વોર્ડને પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને બંને બાઇક એક જ કંપનીના અને એક જ કલરના હોવાથી વોર્ડનને લાગ્યું હતું કે તેનું બાઇક પ્રૌઢ ચોરવાની કોશિશ કરી રહ્યો છે તે સાથે જ વોર્ડને કોઇ પણ પ્રકારની ખરાઇ કરવાને બદલે પ્રૌઢને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને પ્રૌઢની નજીક જઇ તેને ફડાકા ઝીંકી દીધા હતા, એક તબક્કે તો વોર્ડને પોતાની પાસે રહેલું હેલ્મેટ પણ મારવા માટે ઉગામ્યું હતું.

વોર્ડન અને પ્રૌઢ વચ્ચેની માથાકૂટ જોઇ ત્યાં ફરજ પર રહેલા ટ્રાફિક કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પરમાર પણ ત્યાં દોડી ગયા હતા અને તેણે પણ મામલાની સાચી હકીકત જાણવાને બદલે પ્રૌઢ સાથે અસભ્ય વર્તન શરૂ કર્યું હતું અને પ્રૌઢના શર્ટનો કાંઠલો પકડી પ્રૌઢને રસ્તા પર ખેંચ્યા હતા, સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનું શૂટિંગ કરી લીધુંહતું અને તે વીડિયો વાઇરલ કરી દીધો હતો. મામલો પ્રકાશમાં આવતાં ડીસીપી ઝોન2 મનોહરસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણની તપાસ એસીપી પટેલને સોંપી ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડનની ફરજના પોઇન્ટ બદલાવી નાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે એક્ટિવા ટોઇંગ કરવાના મુદ્દે પોલીસ અને ટોળાં વચ્ચે જામી પડી હતી. પોલીસ કેટલાક સમયથી સ્થિતિને શાંત રાખવાને બદલે કાયદો હાથમાં લઇ રહી હોય પોલીસની નીતિ લોકોમાં ટીકાપાત્ર બની રહી છે.

ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રજા સાથે માથાકૂટ કોઇપણ ભોગે ચલાવી લેવાશે નહીં, આ મામલાની તપાસ એસીપી પટેલને સોંપવામાં આવી છે, રિપોર્ટ બાદ જરૂર પડ્યે વોર્ડનને કાઢી મુકાશે તેમજ ટ્રાફિક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે.

જો કે સમગ્ર ઘટનાની જાણ ઈન્ચાર્જ ટ્રાફિક એસપી એસ.ડી.પટેલને થતાં તેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. શા માટે મારામારી કરવાની ફરજ પડી તે અંગે હાલ તેઓ તપાસ કરી રહ્યાં છે. ઈન્ચાર્જ એસપીના જણાવ્યા અનુસાર જો ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન દોષિત જણાશે તો તેને દંડ કરવામાં આવશે.

મહત્વનું છે કે ગઈકાલે પણ ટોઈંગ કરવા મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રાફિક પોલીસનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જુવો વિડિયો….

રાજકોટ: લીમડા ચોકમાં વોર્ડને આધેડને ફડાકો ઝીંક્યો, કોન્સ્ટેબલે કાંઠલો પકડ્યો,વિડિયો વાયરલ

Kaptaan यांनी वर पोस्ट केले बुधवार, २५ सप्टेंबर, २०१९

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો

Leave a Reply