skip to content

વાંકાનેરમાં આજથી 700થી વધુ પાવરલુમ મશીન બંધ.!

પાવરલૂમ્સના ધંધામાં રોકાણનું વ્યાજ પણ છૂટતું નથી, આજથી વાંકાનેરમાં પાવરલૂમ્સની ઠકાઠકી થશે બંધ…!

વાંકાનેર: આજથી પાવરલુમ કાપડ બનાવવાના મશીન અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વાંકાનેર સૌરાષ્ટ્રનું પાવરલુમ મશીન નું હબ ગણવામાં આવે છે એક વખતે વાંકાનેર શહેરમાં મોમીન શેરીમાં આ ધંધો ફાલ્યો ફુલ્યો હતો આજે આ શેરીમાં આ ધંધો ખૂબ ઓછી માત્રામાં ચાલુ છે. જો કે અહીંથી કેટલાક યુનિટો ચંદ્રપુર લોકસભા પાસે ખસેડવામાં આવ્યા છે અને આ ઉપરાંત પણ હમણાં થોડા સમયથી ચંદ્રપુર થી રાજાવડલા જવાના જૂના રસ્તા ઉપર કેટલાક યુનિટો કાર્યરત થયા છે.

એક વખત નો વાંકાનેર શહેરનો પાવરલુમ નો આ બિઝનેસ અત્યારે તાલુકામાં ફાલ્યો ફૂલ્યો છે તાલુકાના સીંધાવદર, ખીજડીયા, પ્રતાપગઢ માં પાવરલુમ ના ઘણા બધા મશીનો કાર્યરત છે અને આ પાવરલુમ નો ધંધો હાલમાં 70 ટકા કે તેથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં છે

મંદિ

મંદી છે કે નહીં એ બાબતે ગુજરાત સરકાર મંદીની માત્ર હવા હોવાની વાતો ભલે કરતી હોય પરંતુ વાંકાનેરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ૭૦૦ થી વધુ પાવરલૂમ ના મશીનો આજથી અચોક્કસ મુદત માટે બંધ થઈ ગયા છે.

કાપડ નું ઉત્પાદન

એક વખત એવો હતો વાંકાનેરમાં પાવરલુમમાં ટેરીખાદી,લુંગી અને શર્ટ નું કાપડ બનતું હતું પરંતુ આજે મોટાભાગે બાંધણીનિ ઓઢણીનું કાપડ બને છે અને અમુક જગ્યાએ ધોતી નું કાપડ બને છે પરંતુ મોટા ભાગે એટલે કે લગભગ 95 ટકા બાંધણી નું કાપડ બને છે.

બાંધણી બજારની હાલત

વાંકાનેરમાં હાલમાં મોટાભાગે ઉત્પાદિત થતું બાંધણી ઓઢણા નું કાપડ મુખ્યત્વે વઢવાણ માં વેચવામાં આવે છે. એકવાર પરિસ્થિતિ એવી હતી કે વઢવાણના વેપારીઓ લાવો લાવો ની માંગ કરતા હતા અને એડવાન્સમાં પેમેન્ટ આપી જતા હતા પરંતુ આજે પરિસ્થિતિ ઊલટી થઈ ગઈ છે આજે વેપારીઓ કોઈ ડિમાન્ડ કરતાં નથી અને જો ઉત્પાદકોને કાપડ વેચવું હોય તો ચોક્કસ મુદત સુધી ઉધારીમાં અને ઓછા ભાવે માંગી રહ્યા છે. જેથી વાંકાનેરના પાવરલૂમ્સ ધંધાદારીઓ નું રોકાણ ખૂબ વધી ગયું છે અને એમની માત્રામાં ભાવ પણ હાલમાં નીચા હોવાથી કોઇપણ પાવરલૂમ્સ વાળા ધંધાદારીઓ કમાઈ શકતા નથી..!! પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયેલા આ પાવરલુમ્સ યુનિટો ના માલિકો તેમનો ધંધો ચાલે છે ને, મજૂરી તો મળે છે ને આવા હેતુથી કામ કરી રહ્યા છે અને જેમને કારણે બજારમાં માલ વેચાતો ન હોય એટલે હરીફ કરીને નીચા ભાવે વેચવા લાગ્યા છે. પરિણામે બાંધણીના કાપડ ની પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે આ ધંધાદારીઓ ને કરેલ રોકાણ નું વ્યાજ પણ છૂટતું નથી.

બંધ કરવાનો નિર્ણય ટકશે

પહેલા તો આ પાવરલૂમ ધંધાદારીઓ નું કોઈ એસોસિયન લગભગ નહોતું પરંતુ પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતા હવે આ પાવર લૂમના ધંધાદારીઓને સંગઠનનું, એકતાનું મહત્વ સમજાયું છે અને બે-ત્રણ મિટિંગ કરી એક સૂચિત એસોસિયન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના પોતાનું કાપડ બનાવતા મોટા વેપારીઓ જોડાયા છે અને બાંધણીના ઓઢણાનું કાપડ બજારમાં ખપત થતુ નથી જેથી બજારને સંમતુલન કરવા માટે હાલમાં પાવરલુમ મશીન બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં મોટાભાગે સહમત થયા છે. જેથી આ નિર્ણય અમલ થવાની શક્યતા વધી જાય છે. આમ છતાં અમુક લોકો કદાચ બંધ ન રાખે એવું પણ બની શકે, શું થશે? એ તો સમય જ બતાવશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો