સુરતના શિક્ષકે વિદ્યાર્થીને ફટકાર્યો, પછી વાલીઓએ શિક્ષકની કરી ધોલાઈ..!!
ખાનગી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોરમાર મારવામાં આવતો હોવાના કિસ્સાઓ ઘણી વાર પ્રકાશમાં આવે છે ત્યારે હવે સુરતની નામાંકિત આશાદીપ સ્કૂલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો આશાદીપ-1 સ્કૂલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક શિક્ષક વિધાર્થી સાથે વાત કરતા કરતા વિધાર્માથીને માર મારવા લાગે છે. જો કે, ક્યા કારણે શિક્ષક દ્વારા વિધાર્થીને આ પ્રકારે માર મારવામાં આવી રહ્યો છે તે કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.
એક રિપોર્ટ અનુસાર આશાદીપ-1 સ્કૂલમાં ભણતા વિદ્યાથીએ જ્યારે આ બાબતે તેમના વાલીઓને જાણ કરતા વાલીઓએ શાળાના CCTV ફૂટેજ ચેક કરાવ્યા હતા. જ્યારે વાલીઓ શાળામાં આવ્યા તે સમયે પહેલા તો શાળાના સંચાલકોએ શિક્ષકનો પક્ષ લીધો હતો. પણ જ્યારે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે હકીકત અલગ જ જોવા મળી હતી. CCTV કેમેરાના ફૂટેજમાં શિક્ષક વિદ્યાર્થીને વાળ ખેંચીને માર મારતા જોવા મળ્યો હતો. આ પ્રકારના દૃશ્યો જોતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેથી વાલીઓએ વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને ઢોર માર માર્યો હતો.
15થી 20 જેટલા વાલીઓ એકઠા થઇને શિક્ષકને માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. શિક્ષકને માર મારવાની ઘટના પણ શાળામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. CCTV કેમેરામાં દેખાઈ રહ્યું હતું કે, વાલીઓ શિક્ષણને ઢીકા-પાટુંનો માર મારી રહ્યા છે અને એક વાલી લાકડી વડે શિક્ષકને ફટકારી રહ્યા છે. જે વિધાર્થીને માર માર્યો હતો, તે વિધાર્થીની માતા પણ શિક્ષકને તમાચા મારતા CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યા છે.