વાંકાનેર: રાણેકપરમાં મળેલ ઇજાગ્રસ્ત અજાણ્યા પુરૂષનું રાજકોટ સારવાર દરમિયાન મોત
આ અજાણ્યા પુરુષની જો કાંઈ માહિતી મળે તો વાંકાનેર શહેર પોલીસનો સંપર્ક કરવા અપીલ…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે બસ સ્ટોપ પાસે એક અજાણ્યો પુરુષની લાંશ મળી આવી છે. જેમને નાકના ભાગે ઇજા થયેલ છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને રાજકોટ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આથી વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના રાણેકપર ગામે તા.19ના રોજ બસ સ્ટોપના બાંકડે એક અજાણ્યો પુરૂષને નાકના ભાગે ઇજા થઇ હોય કણસતો અને તરફડીયા મારતો જોવા મળતા ગામના સરપંચ લક્ષમણભાઈ મુંધવાએ આ બનાવ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
આ આશરે 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષને બેભાન હાલતમાં 108 મારફત વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું તા.20ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેના વાલી વારસ ન મળતા તેના મૃતદેહનું પીએમ કરીને હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે. જોકે મૃતક પાસેની તેની ઓળખ મળે તેવી કોઈ વિગતો હાથ લાગી ન હતી.
મૃતકની હાલત જોતા તે રખડતું ભટકતું જીવન ગુજરતો હોવાનું પોલીસનું અનુમાન છે.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આ મૃતકન વાલી વારસ અંગે કોઈને જાણ થાય તો તેમને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન 02828 220556 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…