રાજકોટ પોલીસ કડકાઈ જ નહીં માનવતા પણ બતાવે છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવીએ પુરું પાડ્યું ઉદાહરણ લોકડાઉનના સમયમાં રસ્તા પર કારણ વિના ફરવા નીકળી પડતાં લોકોને પોલીસ કર્મચારી ક્રૂર લાગતાં હશે પરંતુ રાજકોટ પોલીસ જરૂરીયાત ધરાવતા વ્યક્તિઓ માટે દેવદૂત સમાન પણ સાબિત થાય છે,આ વાતનું ઉદાહરણ રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીએ પુરું પાડ્યું છે.
શહેરમાં લોકડાઉન હોવાથી એક પરિવારને સિવિલ હોસ્પિટલથી યુનિવર્સિટી રોડ સુધી જવા રિક્ષા મળતી ન હતી,તેવામાં આ પરિવાર ચાલતો જઈ રહ્યો હતો,રેસકોર્સ પહોંચતા સુધીમાં બાળકો થાકી જતાં પરીવાર ત્યાં બેસી ગયો અને થોડીવાર પછી માતા-પિતા બાળકોને તેડી ફરી ચાલવા લાગ્યા,આ સમયે ગઢવી સાહેબ ત્યાંથી પોતાની જીપમાં નીકળ્યા અને ચાર લોકોને જતા જોઈ પુછપરછ કરી,તેમને સમગ્ર વાતની ખબર પડી તો તેમણે પરીવારને પોતાની જીપમાં બેસાડી તેમના ઘર સુધી પહોંચાડ્યા.