કોરોના જેવી મહામારી વચ્ચે પણ માનવતા અડીખમ છે

કુવાડવા: લોકડાઉનના કારણે રાજકોટમાં રહેલ બહારનાં મજૂરો તેમના ધરે પરત જઇ રહ્યા છે, આ મજુર લોકો વાહન ન મળતાં ચાલીને વતન જવા મજબુર છે. ત્યારે આવા લોકોને કુવાડવા રોડ હાઇવે ખાતે પી.ઍસ.આઇ. એમ.એસ.અંસારી તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ શુકલા, અનીલસિહ ગોહિલ તથા મહમ્મદઅઝહરુદીન બુખારી એ આ પગપાળા જતા મજૂરોને કોરોના વાયરશ અંગેનુ જરૂરી માગૅદશૅન આપીને એકબીજાથી અંતર જાળવવા સુચના આપી અને સામાજીક અગ્રણી શ્રી અજીતભાઈ લોખીલ, ઇર્ષાદભાઇ દલ, હસમુખભાઈ સંચાણિયા, જય સાપરિયા, વિશાલ સંચાણિયા, અંકિત સંચાણિયા, પાર્થ સંચાણિયા, દુર્ગેશ રાણપરા સાથે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના
સભ્યોએ આ પગપાળા જતા અને ખૂબ ભૂખ્યા થયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી.

જેથી આ મજુર લોકોએ પોલીસ સ્ટાફ અને સામાજિક આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવા કપરા સમયમાં પણ પી.એસ.આઈ અન્સારી જેવા પોલીસ અધિકારી અને જવાનો લોકોના રક્ષણની સાથે-સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો