Placeholder canvas

સહારા ઇન્ડિયાની વાંકાનેર શાખા દ્વારા મૃતકના પરિવારને 5,70,000નો ચેક અર્પણ

વાંકાનેર: સહારા ઇન્ડિયા પરિવાર સંસ્થા પહેલેથી રાષ્ટ્રીય વિકાસ તથા સામાજિક કાર્ય માટે કાયમ અગ્રેસર રહ્યું છે. પોતાના લાભનો ૨૫ ટકા હિસ્સો જે દેશ તથા સમાજના કલ્યાણ માટે ખર્ચ કરે છે. સહારા ઇન્ડિયાના વાનકાનેર કાર્યાલયમાં તેમના સન્માનિત જમા કરતા સ્વ. ગેલાભાઇ રાણેવાડીયાનું આકસ્મિક અવસાન થતાં તેમના દ્વારા સહારા ઇન્ડિયામાં ‘જીવન બંધન’ યોજનામાં જે રકમ જમા કરાઇ હતી તે જમા રાશિ ઉપર તેમના વારસદાર તેમના પિતા સવજીભાઇને મૃત્યુ સહાયના રૂપમાં દર મહિને 3800 રૂપિયા ૧૫૦ મહિના સુધી ચુકવવામાં આવશે, જેમની કુલ રકમ 5,70,000 થાય છે.

આ રકમ સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા આપવામાં આવી છે, જેનાથી તેમના પરિવારને આ દુઃખના સમયમાં ખૂબ જ મદદ મળી રહેશે. સહારા ઇન્ડિયાના વાંકાનેર કાર્યાલય ખાતે ઈસ્માઈલભાઈ ચારોલીયા, ઈકબાલભાઈ ચારોલીયા નજરહુશેન ખોરજીયા મનીષભાઈ ઉઘરેજીયા જગદીશભાઈ ઉઘરેજીયા યુસુફભાઈ ચારોલીયા યાકુબ ચારોલિયા તથા ગુલામ દસ્તગીર ચારોલીયાની હાજરીમાં જમા કરતાના પિતાને ચેક આપવામાં આવ્યો હતો.

જેમની સંપૂર્ણ હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના કોળી પરિવારના ગેલાભાઈ રાણેવાડીયાએ આશરે ત્રણ વર્ષ પહેલા સહારા ઇન્ડિયા પરિવારની વાંકાનેર શાખામાં સહારાના એજન્ટ દ્વારા ગેલાભાઈ રાણેવાડીયાએ સહારાની ‘જીવન બંધન’ યોજનામાં એક પ્રકારની બચતની સાથે થોડુ વળતર મેળવવાના હેતુુુથી રૂપિયા 19000 મુકયા હતા.

સહારાએ જેમના ૨૯ હજાર રૂપિયા ચૂકવ્યા છે. આ જમા કરતાં ગેલાભાઈનું અવસાન થતા તેમના વારસદાર તેમના પિતાને મૃત્યુ સહાય પેટે સહારા દ્રારા તેમના વારસદારને 150 મહિના સુધી દર મહિને રૂ ૩૮૦૦ મળશે જેમની કુલ રકમ રુ. 5,70,000 થશે.

આમ મકતાનપર ગામના અભણ એવા કોળી પરિવારનું માત્ર 19 હજારના રોકાણ કરીને બચત કરી હતી જેમનું તેમને વળતર તો મળ્યું જ છે પરંતુ તેમના પરિવાર ઉપર આ દુઃખના દિવસમાં સહારા ઇન્ડિયાની સહાય મળતાં તેઓને ટેકો મળી રહેશે અને જીવન નિર્વાહ માટે કોઈ પ્રશ્નો ઉભો થશે નહીં. જેથી દરેક સામાન્ય અને મધ્યમ વર્ગી પરિવારે પોતાની યથાશક્તિ મુજબનું નિયમિત પણે બચત કરવિ જોઇએ અને જ્યાં સારું વળતર મળે તેમજ આકસ્મિક સમયે સારી સહાય મળે તેવી યોજના અને કંપનીમાં રોકાણ કરવું જોઇએ. આવું એક વાંકાનેર તાલુકાના મકતાનપર પર ગામના અભણ એવા કોળી પરિવાર પાસેથી શીખવું જ રહ્યુ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો