રાજકોટ: HCG હોસ્પિટલની નર્સનું ભેદી સંજોગોમાં મોત

રાજકોટની HCG હોસ્પિટલની નર્સ તૃષ્ણા લાઠિયા નું ભેદી સંજોગો માં મોત થયેલ છે. રાત્રે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે હાથમાં સોય હતી,સવારે ઊઠી જ નહીં.

રાજકોટની HCG હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ યુવતીનું ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે,આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે, મ‌ળતી માહિતી મુજબ રાજકોટ શહેરની HCG હોસ્પિટમાં નર્સ તરીકે ફરજ બજાવતી તૃષ્ણા લાઠીયા ગત સાંજે હોસ્પિટલથી ઘરે આવી હતી,આ સમયે તેના હાથમાંથી સોય મળી હતી,તેણે સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં નોકરી કરી હતી,રાતે જમીને સુઈ ગયા બાદ તે સવારે જાગી જ નહોતી.

આ દરમિયાન પરિવારે તેને ઉઠાડવવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ તે ઊઠી નહોતી. આખરે તપાસ કરાતા તે મૃત્યુ પામેલી હાલતમાં હતી. જેના પગલે પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી,આ તકે પરિવારજનોએ એવો સવાલ ઊઠાવ્યો હતો કે,તૃષ્ણા પાસે સોય ક્યાંથી આવી તે અંગે તપાસ કરવામાં આવે,તૃષ્ણાનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે,આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો