Placeholder canvas

રાજકોટ: સરકારી શાળાના આચાર્યએ ૧૫ વિદ્યાર્થિનીઓના ચૌટાલા કાપી નાંખ્યા..!!

વિદ્યાર્થીઓને શિક્ષકો સજા ભારે અથવા અયોગ્ય કરતા હોય તેવું અવારનવાર સામે આવે છે. તો ક્યારેય ક્યારેક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અધમુવો માર મારવાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. પરંતુ ક્યારેક-ક્યારેક શિક્ષક દ્વારા એવી આકરી સજા પણ કરવામાં આવે છે જેના પડઘા શિક્ષણ વિભાગ સુધી પહોંચી જાય છે. આવું જ કંઇ રાજકોટની શાળામાં બન્યું છે જ્યાં શિક્ષિકા દ્વારા જ નહી પરંતુ શાળાના આચર્ય દ્વારા 15 જેટલી વિદ્યાર્થિનીઓના ચોટલા કાપી નાખ્યા..!!! જેના કારણે વિદ્યાર્થિનીઓના વાલીઓ રોષે ભરાયા છે.

મળેલ માહિતી મુજબ રાજકોટની શાળા નંબર-1માં કેટલીક વિદ્યાર્થિનીઓએ શાળાના નિયમ અનુસાર વાળ ઓળાવ્યા ન હતા. એટલે કે, વિદ્યાર્થિનીઓએ બે ચોટલી બનાવી ન હતી. જેના કારણે આચાર્ય સાહેબાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. ગુસ્સે થયેલા આચર્યએ તમામ વિદ્યાર્થિનીઓને લાઇનમાં ઉભી રાખી હતી અને તમામ વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાંખ્યા હતા.

આચાર્યએ 15 વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાંખ્યા બાદ સમગ્ર શાળામાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓએ બે ચોટલી ન બનાવતા આચર્ય ગુસ્સામાં આવી ગયા હતા અને 15 જેટલી વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાંખ્યાનો આરોપ વાલીઓ લાગાવી રહ્યા છે. આચાર્યની આ હરકતથી શાળામાં વાલીઓની લાંબી કતાર લાગી ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટમાં આવી ઘટના ઘટી હતી. રાજકોટમાં આમ્રપાલી સિનેમા નજીક આવેલ ન્યૂ એરા સ્કૂલમાં સ્પોર્ટસ ટિચર દ્વારા ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાળ કાપી નાંખવાની ઘટનાએ ખુબ જ ચર્ચા જગાવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો કપ્ત્તાનની નવી મોબાઇલ એપ્લિકેશન

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો