Breaking News: રાજકોટ: લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે રાજકોટ લવાયા

રાજકોટ: લોહાણા સમાજના ગુરુદેવ હરિચરણદાસજી બાપુને સારવાર અર્થે પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા છે.

મળેલી માહિતી મુજબ હરિચરણદાસજી બાપુ અયોધ્યામાં બાથરૂમમાં પડી જતા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને અયોધ્યા થી ખાસ ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ લાવવામાં આવ્યા છે.

આજે બપોરના આ ચાર્ટર પ્લેન રાજકોટ એરપોર્ટ પર આવતા, એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેવકો અને લોહાણા સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો પહોંચી ગયા હતા.

આ સમાચારને શેર કરો