રાજકોટમાં 47કેસ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 39નાં મોત, રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધારો થઈ રહયો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 47 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રેકોડબ્રેક 39 લોકોના કોરોનાથી મોત થયા છે. શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીના મોત થયા છે. કોરોના મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4500ને પાર પહોંચી ગઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 4585 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1468 દર્દી સારવાર હેઠળ છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા ST, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. રાજકોટ કલેક્ટર કોરોના સંક્રમિત થયા થયા છે. આ સાથે જ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે. રાજકોટના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી કોરોના સંક્રમિત બન્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કોરોના સંક્રમિત થયા
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત થયા છે. સામાન્ય લક્ષણો જણાતા હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. કલેક્ટર તેમના નિવાસ સ્થાનેથી જ રૂટિન કામગીરી ચાલુ રાખશે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો