રાજકોટ: પેટ્રોલ પમ્પ ઉપર ગત રાત્રે એક યુવકે ભારે કરી, શું થયું ? જાણવા વાંચો

રાજકોટમાં ગત રાત્રે પેટ્રોલપંપ પર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જેમાં આત્મવિલોપનના પ્રયાસના સીસીટીવી ફુટેજ વાઈરલ થયા છે. તેમાં પેટ્રોલ પમ્પ ઉપર જ્વલનશીલ પદાર્થ સાથે યુવક દોડી ગયો હતો. જેમાં દીવાસળીની કાંડી ચાંપે એ પહેલાં જ અટકાવી લેવાયો હતો. તેમાં યુવાનને માર મારવાના આક્ષેપ બાદ ઘટના બહાર આવી છે. તથા પોલીસે યુવકને અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળીની કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. તથા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. જેમાં યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. તેથી તેણે આ પગલું ભર્યું હતુ.

પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવે છે, જેમાંથી એક યુવાન દોડીને આવતો હતો ત્યારે તેનો પગ જ્વલનશીલ પ્રવાહી પડતાં લપસ્યો હતો અને ધડામ દઇને જમીન પર પટકાયો હતો.

જેમાં પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયા છે. તથા બચાવવા ગયેલા યુવાનનો પગ લપસતાં જમીન પર પટકાયો હતો તે વીડિયોમાં જોઇ શકાય છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગત રાત્રિના 10.51 વાગ્યે મયૂર ભીખાભાઇ સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો.

આ સમાચારને શેર કરો