ટંકારા: પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને કલેકટર હસ્તે સન્માનિત કરાયા

By જયેશ ભટાસણા – ટંકારા
ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા તથા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા અભિયાન શરુ કરાય છે.આ અભિયાનમાં એન.ડી.ભાડજાએ અનેક પક્ષીઓને બચાવી યોગ્ય સારવાર આપવા બદલ આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિતે પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તરીકે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર વર્ષે ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા તથા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા અભિયાન શરુ કરાય છે.કરુણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો આગવો કાર્યક્રમ છે.આ વર્ષે પણ કરુણા અભિયાન અંર્તગત એન.ડી.ભાડજાનો સહયોગ મળતા અનેક પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.કુદરતી આફતો જેવી કે વિજળી,પુર અને અકસ્માત વખતે તાબડતોબ ઘટના સ્થળે દોડી યોગ્ય સારવાર અને સહાય આપવા હંમેશા હાજર રહે છે.તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એન.ડી.ભાડજાને આજ પ્રજાસત્તાક દિવસ નિમિતે પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તરીકે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો