Placeholder canvas

રાજકોટમાં કોરોનાથી વધુ 62 દર્દીઓના મોત: બે દિવસમાં 113 દર્દીઓનાં

કાલના 51 મોતમાં 13 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડીટ કમીટીનો રિપોર્ટ,

રાજકોટ જીલ્લાના વધતા જતા સંક્રમણ વચ્ચે ખાનગી-સરકારી કોવીડ હોસ્પીટલોમાં બેડ, ઓકસીજન, ઇન્જેકશન અછત સામે કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુ આંક સતત વધી રહયો છે. આજે વધુ 62 દર્દીના સતાવાર મોત જાહેર થયેલ છે.આજે સવારે આરોગ્ય વિભાગે પ્રસિધ્ધ કરેલા બુલેટીનમાં 62 દર્દીના મોત જાહેર કર્યા છે. જયારે કાલના 51 દર્દીના મોતમાં 13 દર્દીઓનાં કોવીડથી મોત થયાનો ડેથ ઓડીટ કમીટીએ રીપોર્ટ આપ્યો છે.

સરકારી-ખાનગી કોવીડ હોસ્પીટલમાં 170 બેડ ખાલી હોવાની માહીતી સામે હાલ એકપણ કોવીડ હોસ્પીટલ બેડ ખાલી નથી.છેલ્લા બે દિવસમાં રાજકોટમાં વધુ 113 કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવારમાં અંતિમ શ્વાસ લીધા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો