Placeholder canvas

પ્રેમલગ્ન કરનાર યુવતીના ભાઈ પર બનેવી અને પરિવારજનોનો હુમલો: ઘરમાં તોડફોડ…

રાજકોટ: રૈયાધાર ઇન્દિરા નગર પાસે આવેલી રાધિકા પાન વાળી શેરીમાં રહેતા સાગરભાઈ ચતુરભાઈ ડોડીયા(ઉ.વ.28) એ ફરિયાદમાં કરણ નીતિનભાઈ મકવાણા,તેમના પિતા નીતિનભાઈ મકવાણા,વિપુલ અને ધમો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘરે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું છુટક મજુરી કામ કરૂ છું.

મારી બહેન વંદનાએ આજથી બે એક વર્ષ પહેલા અમારી શેરીની બાજુમાં રહેતા કરણભાઈ નીતીનભાઈ મકવાણા સાથે પ્રેમ લગ્ન કરેલ છે ત્યારથી અમારે તેઓની સાથે કોઈ પણ પ્રકારનો બોલવાનો વ્યવહાર નથી.ગઈ તા.18/04ના રોજ રાત્રીના અમારી શેરીમાં આવેલ રાધીકા પાન ખાતે પાન મસાલો ખાવા સારૂ ગયો હતો.ત્યારે આ કરણ નીતીનભાઈ મકવાણા ત્યા હાજર હતો અને તે મને ગાળો બોલવા લાગતા મેં તેને ગાળો બોલવાની ના પાડેલ. ત્યારે સામાન્ય બોલાચાલી થયેલ જેથી હું મારા ઘરે જતો રહેલ અને દશેક વાગ્યે હું તથા મારી પત્ની ઘરે હાજર હતા ત્યારે આ કરણભાઈ તેના હાથમાં પાઈપ લઈ તેમજ તેમના પિતા નીતીનભાઈ તેના હાથમાં છરી લઈ તેમજ કરણના કાકાના દિકરા વિપુલ તેમજ ધમો એમ બધા મારા ઘરમાં આવ્યા પાઈપ વડે માથાના ભાગે ઝીંકી તેમજ બન્ને હાથમાં આડેધડ પાઈપ ઝીંક્યા હતા.

નીતીનભાઈ તેના હાથમાં રહેલ છરી મને ડાબા હાથે મારતા છરકો પડેલ તેમજ આ કરણભાઈના કાકાના દિકરાએ મને ઢીકાપાટૂનો માર મારેલ છે તેમજ હું નીચે પડી જતા આ લોકોએ મારા ઘરનો સામાન તોડફોડ કરવા લાગ્યા હતા.ત્યારબાદ તે લોકો જતા રહ્યાં હતાં અને મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવનું કારણ મારી બહેન વંદનાએ આશરે બે એક વર્ષ પહેલા કરણ નીતીનભાઈ મકવાણા સાથે ભાગીને લગ્ન કરેલ હોય જેથી અમારે તેમની સાથે સબંધ રાખવો ન હોય આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હોય જેથી ખાર રાખી હુમલો કરાયો હતો.

આ સમાચારને શેર કરો