Placeholder canvas

આગાહી: હવે ગુરૂવાર સુધી રાહત, શુક્રથી રવિ ફરી વરસાદી માહોલ 

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: પુરા સપ્તાહમાં પવનનું જોર રહેશે: બંગાળની ખાડીમાં નવી સીસ્ટમનો ‘આડકતરો’ લાભ મળશે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત ભારે વરસાદમાં ધમરોળાયા બાદ હવે બે દિવસ રાહત રહેશે અને ત્યારબાદ 28મીથી ફરી વખત વરસાદી માહોલ સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાંથી ફુંકાનારા ભેજયુકત પવનો સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાંથી પસાર થાય તેમ હોવાથી કયારેક ઝાપટા પડી શકે છે. તા.25 થી 27 દરમ્યાન કોઈ નોંધપાત્ર કે ભારે વરસાદના સંકેતો નથી પરંતૂ 28 મીથી 30 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ સર્જાવાની શકયતા છે.

નવુ લો-પ્રેસર ત્રણ-ચાર દિવસ પછી પશ્ચિમ ઉતર-પશ્ચિમ તરફ ગતિ કરશે અને મધ્યપ્રદેશ-ઉતરપ્રદેશનાં સરહદી ભાગોમાં સક્રિય રહેશે પરંતુ તેને આનુસાંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન 3.1 કિલોમીટરથી 5.8 કિ.મી.ની ઉંચાઈએ છવાશે તેના પ્રભાવ હેઠળ ગુજરાતનાં ઘણા ભાગોમાં અલગ અલગ દિવસોમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ પડી શકે છે. અમુક સીમીત વિસ્તારોમાં અતિભારે વરસાદની શકયતા છે. જયાં પાંચ ઈંચ (125.મીમી)થી વધુ વરસાદ શકય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો