skip to content

મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૧૫ કેસ નોંધાયા, ૩૮ દર્દી સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૫ કેસો નોંધાયા છે તો આજે વધુ ૩૮ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે આજે એકપણ દર્દીનું મોત થયું નથી

મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૦ કેસ, વાંકાનેરમાં ૦૪ કેસ અને હળવદમાં ૦૧ કેસ નોંધાયો છે તો આજે ૩૮ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબી તાલુકામાં ૨૯, વાંકાનેરમાં ૦૩, હળવદમાં ૦૧, ટંકારામાં ૦૪ અને માળિયામાં એક દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

જોકે હવે તંત્રએ દર્દીની વિગતો આપવાનું બંધ કર્યું છે એટલું જ નહિ પરંતુ મૃત્યુ આંકમાં પણ એવડો તફાવત જોવા મળી રહ્યો છે કે કોઈને પણ ગળે ઉતરે તેમ નથી મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગે તા. ૨૩ ઓગસ્ટ સુધી સત્તાવાર ૪૮ દરદીના મૃત્યુની વિગતો મીડિયાને આપી હતી જોકે ૨૪ ઓગસ્ટથી સ્ટેટની સુચના મુજબ દર્દીની વિગતો આપવામાં નહિ આવે તેવું ફરમાન આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે એટલું જ નહિ પરંતુ કોરોનાને પગલે માત્ર ૧૫ જ દર્દીના મોત થયાનું પણ કહી રહ્યા છે.

સરકાર દ્વારા નિયુક્ત ડેથ ઓડીટ કમિટી દ્વારા નક્કી કરેલ કોરોનાને લીધે મૃત્યુ થયા હોય તેવા ૧૫ જ દર્દીઓ છે એટલે ૪૮ દર્દીના નહિ જીલ્લામાં ૧૫ દર્દીના જ મોત થયાનું જણાવી રહ્યા છે જોકે મોરબી જીલ્લામાં મેં માસથી કોરોના કેસ નોંધાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુ આંક ૪૮ આપ્યો હતો અને હવે માત્ર ૧૫ જ દર્દીનો મૃત્યુ આંક બતાવી રહ્યા છે ત્યારે અગાઉનો આંકડો સાચો હતો કે હવે આપ્યો તે સાચો છે તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાય રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો