રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16ને કોરોના વળગ્યો

વૈશ્ચિક મહામારી કોરોનાએ સૌરાષ્ટ્ર યુનિ.માં પણ કાળો કહેર મચાવવાનું શરૂ કરી દીધુ છે. જેમાં આજે યુનિ.ના મેડિકલ ઓફીસર સહિત 16 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા આ વિશ્વ વિધાલયના કેમ્પસ પર ભયના લખલખા સાથે ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનિ.ના કુલપતિ ડો. પેથાણીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગઇકાલે યુનિ.માં ડેપ્યુટી રજીસ્ટ્રાર પરમાર ધામેચા સહિતના 4 અધિકારી સંક્રમિત બહાર આવ્યા બાદ આજે વધુ 16 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવેલ છે.

યુનિ. ખાતે 2 દિવસમાં કુલ 160 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓના ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાંથી 25ના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવેલ છે. જેમાં કોરોનાના ફુફાડાના પગલે યુનિ.ના મેઇન બિલ્ડીંગમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. ઇમરજન્સી કામ સિવાય મુલાકાતીઓને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ યુનિ.ના મેઇન બિલ્ડીંગને સેનીટાઇઝેશન કરવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ.માં બે દિવસ દરમિયાન જે આ ટેસ્ટ કરવામાં આવેલ છે તે રેપીડ એન્ટીઝન ટેસ્ટ છે. જેમાં બે દિવસમાં 21 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ સંક્રમીત હોવાનું બહાર આવતા યુનિ. કેમ્પસના કર્મચારીઓ અને અધિકારીઓમાં હડકંપ મચી જવા પામેલ છે. કોરોનાના આ કહેરના પગલે યુનિ.માં આવતીકાલથી પી.જી. (પોસ્ટ ગ્રેજયુએશન) ના ફોર્મનું વેરીફીકેશન શરૂ કરવામાં આવનાર હતુ. જે મુલત્વી રાખી દેવામાં આવેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •