વાંકાનેરના માહિકા વિસ્તારમાં વરસાદ અને તીથવા,પંચાશીયા વિસ્તારમાં ઝાપટા
વાંકાનેર ગઈકાલે બપોરથી જ વરસાદનું વાતાવરણ જોવા મળતું હતું અને લાગતું હતું કે આજે વરસાદ પડશે આ વાતાવરણ સાંજના સમયે વધુ સારું થયું અને લગભગ સૂર્યાસ્તના સમયે કયાક વરસાદ તો કયાક ઝાપતા અને છાંટા ચાલુ થયા હતા.
અમોને મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા વિસ્તારના ગામડાઓમાં ગઈ કાલ સાંજના ખૂબ સારો વરસાદ પડી ગયો આ વિસ્તારમાં ખૂબ જરૂરિયાત હતી એવા સમયે વરસાદ પડતાં લોકો અને ખાસ કરીને ખેડુતોમાં ખુશી છવાઈ ગઈ હતી.
જ્યારે વાંકાનેર તાલુકાના તીથવા, પંચસિયા વિસ્તારમાં છાંટા પડયા અને કયાક કયાક ઝાપટા પડી ગયા હતા. જ્યારે પૂર્વના વિસ્તારોમાં ક્યાંક સારો કયાક સારો વરસાદ તો ક્યાંક છાંટા પડયા હોવાની માહિતી મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ખેતીમાં વરસાદની ખૂબ જરૂરિયાત છે અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવા સમયે વરસાદી વાતાવરણ બન્યું છે અને કયાંક વરસાદ તો ક્યાંક છાંટા પડતાં વરસાદ થવાની આશા બંધાઈ છે કે એક-બે દિવસમાં વરસાદ થઇ જશે અને ખેતીમાં મુરજાતો પાર્ક બચાવી શકાશે.