Placeholder canvas

ગુજરાત પ્રદેશ ભાજપનાં સાંસ્કૃતિક સેલના પ્રદેશ કન્વીનર તરીકે રાજકોટનાં લોકગાયક બિહારી હેમુભાઈ ગઢવીની નિમણૂંક

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલની સંરચના કરતાં પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટનાં ખ્યાતનામ લોકગાયક બિહારી હેમુભાઈ ગઢવીની સાંસ્કૃતીક સેલનાં પ્રદેશ કન્વીનર તરીકે વરણી કરાયેલ છે.

ગુજરાતની લોક સંગીત દુનિયાનું અમર નામ એટલે ઝાલાવાડનું ગૌરવવંતુ નામ સ્વ. હેમુ ગઢવી. ગુજરાતી લોકસંગીતના હેમ કંઠી લોકગાયક સ્વ. હેમુ ગઢવીના દિકરા તરીકે લોકગાયક તરીકેનો વારસો બિહારીભાઈએ જીવંત રાખી બહુ મોટું પ્રદાન કર્યું છે, આપણી ગુજરાતની અસ્મીતાને ઉજાગર કરી છે.

એવા ચારણ સમાજના ચાહિતા ગાયક બિહારીભાઈ હેમુભાઈ ગઢવીને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તેમની સંગીત સાધના અને કલા ઉપાસનાની કદરરૂપે પ્રદેશ કક્ષાએ સાંસ્કૃતિક સેલના કન્વીનરની નિમણૂંક કરવામાં આવી છે.

બિહારીભાઈ હેમુભાઈ ગઢવીની આ વરણીને સમસ્ત ચારણ સમાજ, ભાજપનાં સભ્યો, જાણીતાં વૈશ્વીક કલાકારો, માયાભાઈ આહીર, ઓસમાણ  મીર, ધીરૂભાઈ સરવૈયા, કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, સાંઈરામ દવે, યોગેશભાઈ ગઢવી, સમસ્ત ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ગુજરાતી કલા ક્ષેત્રના સ્ટેજ કલાકારો, પ્રસંશકો, સર્વે સમાજનાં ટેકેદારોએ આવકારીને બિહારીભાઈ હેમુભાઈ ગઢવીને શુભેચ્છાઓ પાઠવી છે. બિહારીભાઈ હેમુભાઈ ગઢવી (મો. ૯૯૨૫૦ ૭૫૪૩૭)

આ સમાચારને શેર કરો