Placeholder canvas

વાંકાનેર તાલુકામાં વરસાદ ક્યાં પડ્યો ? જાણવા વાંચો…

વાંકાનેર: આજે આખો દિવસ ભારે બફારો અને અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજના સમયે વાંકાનેર તાલુકાના અમુક ગામડામાં વરસાદ પડ્યો હતો. કોઈ ગામડામાં છાંટા તો કોઈ ગામડામાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યાના વાવડ છે. વાંકાનેર શહેરમાં પણ માત્ર છાંટા પડ્યા હતા

આજે સાંજના સમયે વાંકાનેર શહેરથી પશ્ચિમ દિશામાં આવેલા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડ્યો, તાલુકાના અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો, અરણીટીંબામાં અડધો ઇંચ વરસાદ પડ્યાના વાવલ છે. ત્યારે તાલુકાના કલાવડી થી કોટડા સુધી ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે આ વિસ્તારમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો તેવું લોકોનું કહેવું છે.

આ વરસાદથી વાતાવરણમાં માત્ર ઠંડક પ્રસિ છે, પરંતુ ખેતીના પાકમાં ભારે નુકસાન થશે. હાલમાં કપાસના પાકમાં વીણ ચાલી રહી છે એક તો છેલ્લે થયેલા વરસાદના કારણે લગભગ કપાસ સુકાઈ ગયા છે અને ભારે વીણ આવેલ છે એવા જ સમય દરમિયાન વરસાદ પડતા કપાસ બગડવાની શક્યતાઓ છે. આ વરસાદ ખેડૂતો માટે પૈળા પર પાટા સમાન સાબિત થશે.

વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદનો જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો