Placeholder canvas

વાંકાનેરમાં પોણાથી બે ઇંચ પવન સાથે વરસાદ: ખેતીના પાકમાં નુકશાન

વાંકાનેર: ગઈકાલ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો પરંતુ રાત્રે પવન સાથે જોરદાર વરસાદ ખાબકયો હતો. આ વરસાદ સંપૂર્ણ વાંકાનેર તાલુકાના હોવાની માહિતી મળી છે.

ગતરાત્રે સૌપ્રથમ ભારે વાવર આવી હતી અને જોત જોતામાં જ મોટા છાંટા સાથે વરસાદ શરૂ થયો હતો, વરસાદની સાથે જોરદાર વીજળી અને કડાકા ભડાકા થઈ રહ્યા હતા, જોતામાં જ બધે પાણી પાણી થઈ ગયું હતું. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં પોણા થી કરીને બે ઇંચ સુધી વરસાદ પડ્યાની માહિતી છે. જ્યારે વાંકાનેર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં 18 એમએમ વરસાદ પડ્યો છે. એ સાથે આ વર્ષની સિઝનનો કુલ વરસાદ 450mm (17.71ઇંચ) થયો છે.

આ વરસાદ સાથે વધુ પવન પણ હોવાથી ખેતીના તમામ પાકોમાં નુકસાની આવેલ છે, જેમાં ખાસ કરીને કપાસ તલ જાર સહિતના પાકોમાં મોટી નુકસાની થયેલ છે. કપાસમાં હાલ ઝીંડવા આવી ગયા હોય અને પવન સાથે વરસાદ હોવાથી કપાસ નમી ગયા છે અને જાર તો જમીન પર સુઈ ગઈ છે.આમ ખેડૂતોને આર્થિક નુકસાન સાથોસાથ પશુઓનો ચારાનો પણ બગાડ થયો છે. આમ આ વરસાદ ખેડૂતોને લાભ કરતાં નુકસાન વધુ કરી ગયો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

આ સમાચારને શેર કરો